શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એક યાદીમાં જણાવ્યાં અનુસાર ભાવનગર રીજીયનના સેંટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસેસ અને કસ્ટમ અને સેન્ટ્રલ જીએસટી,શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશના સંયુકત ઉપક્રમે પ્રેસીડેન્ટ હોટેલ, સુરેન્દ્રનગર ખાતે જીએસટી આઉટરીચ પ્રોગ્રામ જોઈન્ટ કમિશ્નર અનિશ પરાસરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જોઈન્ટ કમિશ્નર અનિશ પરાસર દ્વારા માહિતી આપતા જણાવ્યું કે,કોટન કોમોડીટી સાથે જોડાયેલા એકમોને જીએસટીના કાયદા મુજબ કપાસ ઉપર આરસીએમ ભરવાની જવાબદારી તથા રીર્ટન ફુટીની માટે ઈશ્યુ થતી એએસએમ-10ની નોટીસને ગંભીરતાથી લઈ તેના કોમ્પ્લાયન્સ પુરા કરવાની વિશે માહિતગાર કરેલ અને તે અંગેની જવાબદારી વિશે સમજ આપી હતી. ટ્રેડને કોઈપણ પ્રકારની તકલીફ પડતી હોય તો વિના સંકોચે અને વિના ભયે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વિશેષમાં ટ્રેડ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની બાહેધરી આપી હતી.જૂના વર્ષોની ઈનપુટ ટેકસ કલેઈમ કરી હોય જેની હાલ નોટીસ આવેલ હોય કે.જેની પાસેથી ખરીદી કરેલ હોય તે પાર્ટી બોગસ સાબિત થતા જે ટ્રેડ એ ક્રેડીટ લીધેલ છે.તે પાર્ટીને ઈનપુટ ક્રેડીટ ટેકસ વ્યાજ અને પેનલ્ટી સાથે રીવર્સ કરવાની નોટીસ રીસીવ થયેલ છે.તે બાબતે ગંભીરતાથી લેવા અને આનાથી કેવી રીતે બચી શકાય તે બાબતે સુચન આપેલ હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બરના ટેકસ કમિટિના જયદીપ બાવલીયાએ જહેમત ઉઠાવેલ આ પ્રોગ્રામમાં સેન્ટ્રલ જીએસટીના વિવિધ ડિવિઝનના અધિકારીઓ, ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ મયુરભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ દિનેશભાઈ તુરખીયા, માનદ્મંત્રી માધવીબેન શાહ, સહ માનદ્મંત્રી કેયુરભાઈ કોઠારી, વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમિત પટેલ, સેક્રેટરી સાવન પટેલ, સુરેન્દ્રનગર વઢવાણ, થાનગઢ, લીંબડી, ધ્રાંગધ્રાનાં વેપાર-ઉદ્યોગના એસોસીએશનના હોદ્દેદારો, બાર એસોસીએશનના હોદેદારો,ટેક, પ્રેકટીશનર મિત્રો તથા વેપારી-ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.