હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા માટે સૂચનો કરે છે સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રાના વનરજસિંહે કઈક અલગ પ્રકારની ખેતી કરવાનો શોખ ધરાવે છે. તેમને પોતાના વાડીમાં પંદર એકર જેટલી જગ્યામાં ડ્રેગન ફૂટના છોડનુ વાવેતર કર્યું છે. વનરાજભાઈએ આ છોડ હૈદરાબાદ થી લાવ્યા હતા.એક છોડની કિમત એકસો (100) રૂપિયા હતી. આ વરસાદી સિઝન હોવાથી આ ફ્રુટ પણ છોડની અંદર આવતા હોય છે. હાલમાં એક પ્લાન્ટ દીઠ 800 ગ્રામ થી એક કિલોના ફ્રુટનું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં આ ફ્રુટનો એક કિલોનો ભાવ 130 થી લઈ ને 180 રૂપિયા સુધીનો છે.વનરાજભાઈ એ પોતાની વાડીમાં પંદર એકર જગ્યાની અંદર આ ફ્રુટના છોડનું વાવેતર કર્યું છે સાથે ટપક સિંચાઈ પદ્ધતિ થકી છોડ ને પાણી મળે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાય આધારિત ખેતી થકી ડ્રેગન ફ્રુટની ખેતી કરીને વનરાજ ભાઈ પોતે સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા ખેડૂતો પણ અલગ ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી કરવા માટે સૂચન પણ કરી રહ્યા છે.ચાલીસ દિવસમાં આ ફ્રુટ તૈયાર થાય છે વનરાજભાઈના ફાર્મ હાઉસ પર આ ડ્રેગન ફ્રુટ લેવા માટે વેપારીઓ પણ આવે છે. ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.