જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રાવણ સુદ 15 મંગળવાર 1લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી પ્રભુ શ્રી મહાવીર ભગવાનની તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 19 તપસ્વીઓ દ્વારા ઉપવાસ તેમજ બેસણું તેમજ અન્યત્ર ધાર્મિક કાર્યક્રમનું પણ જૈન દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમો ને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ શાહ હેમંતભાઈ શાહ, સુનિલભાઈ શાહ, મધુકાંતભાઈ શાહ, મહેશભાઈ વોરા, ભાવેશભાઈ વોરા, જોરાવનગર મૂર્તિપૂજક જૈન સંઘ અને પવન મિશ્રા પરમ પૂજ્ય દિવ્યા નંદિતા શ્રીજી આદિ તન્ના દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન ઉપાસકો તપસ્યા આરાધના કાર્યક્રમમાં જોડાયા છે.