ભવન્સ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓનો અત્રિવાદન કાર્યક્રમ યોજાયો.

ભારતીય વિધાભવન ડાકોર કેન્દ્ર દ્વારા સંચાલિત ભવન્સશ્રી ઈશ્વરલાલ.એલ.પી. આર્ટ્સ-સાયન્સ એન્ડ શ્રીમતી જે.શાહ કોમર્સ કોલેજમાં યુ.જી અને પી.જીનાં પ્રથમ વર્ષનાં વિધાર્થીઓનો અભિવાદન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મયંકભાઈ.પી.જોષી (Science Teacher ) એ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થી તરીકે કોલેજની પ્રગતિ અને થયેલ વિકાસને બિરદાવ્યો હતો અને ઉચ્ચતમ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના કા.આચાર્ય શ્રી ડૉ.ટી.આર, ત્રિવેદી સાહેબે મુખ્ય મહેમાનનો પરિચય આપી વિધાર્થીઓને સંસ્થા વિશેની લગતી માહિતી તથા શૈક્ષણિક વર્ષ 2023-24થી અમલમાં આવનારી નેશનલ એજ્યુકેશન પોલીસી વિષે વિધાર્થીઑને સંપૂર્ણ માહિતી આપી હતી. આર્ટ્સ વિભાગના કો-ઓર્ડિનેટર ડો. એ. કે. ચૌધરી સાહેબે વિધાર્થીઑને સંસ્થાના નીતિ-નિયમો તથા સ્પોર્ટ્સ વિભાગ દ્વારા કોલેજ તથા યુનિવર્સિટી કક્ષાએ થતી વિવિધ રમતોની માહિતી આપી હતી.NAAC કો-ઓર્ડિનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબે વિધાર્થીઓને કોલેજમાં .Q.A.C,ઈનોવેશન કલબ દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી હતી., કોલેજ માં આર્ટ્સ-કોમર્સ સાયન્સ (યુજી) ના વિભાગીય અધ્યક્ષ પ્રો. એમ. સી. પટેલ, પ્રો. ડી. વી. સુરતી તથા ડૉ. બી. કે. પટેલ મેડમે પોતાની Faculty માં થતી વિવિધ પ્રવૃતિ વિશે માહિતી આપી હતી. કોલેજમાં ચાલતી સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ૩૭ અંગેની માહિતી કન્વીનર ડી. કે. કે. દવે સાહેબે,સપ્તધારા અંગેની માહિતી કન્વીનર પ્રૉ.એસ.ડી.પરમાર સાહેબેCWDC મંગેની માહિતી કન્વીનર ડૉ. બી. કે. પટેલ મેડમે સાંસ્કૃતિક પ્રોગ્રામ અંગેની માહિતી કન્વીનર ડૉ.એચ.એસ.ભટ્ટ સાહેબે, $૧. અંગેની માહિતી કન્વીનર ડૉ. જે.એમ.શાહે આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાણા બાવળીયા તથા પ્રો.એસ.એન પરમારે કર્યું હતું. અને આભાર વિધિ S.R.C કન્વીનર ડૉ. જે.એમ.શાહ દ્વારા કરવામાં આવી હતી . યુજી અને પીજી ના 300 વિધાર્થીઓએ તથા કોલેજના અધ્યાપકોએ ભાગ લીધો હતો.