થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા.આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા કલેકટરે જણાવ્યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનુ છે. મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્ટેજ રીનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિકસ, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. લમ્પી વાઈરસના કારણે ગત વર્ષે પશુમેળાનુ આયોજન કરવામાં આવ્યું ન હતુ. પરંતુ આ વર્ષે પશુમેળાનુ આયોજન કરવામાં આવશે તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબધિત વિભાગને સૂચના આપી હતી.કલેકટરે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સમગ્ર મેળા દરમ્યાન વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી. વધુમાં તેમણે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જી.એ.પંડ્યા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ તેમજ તરણેતરના સરપંચ/તલાટી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি টাওকাক বাগিচাত আদৰ্শ অংগনৱাৰী কেন্দ্ৰৰ শুভ উদ্বোধন । উপস্থিত সাংসদ আৰু বিধায়ক
চৰাইদেউ জিলাৰ সোণাৰি টাওকাক বাগিচাত আজি মুকলি হল অসম চৰকাৰে নিৰ্মাণ কৰা আৰ্দশ অংগনবাড়ী কেন্দ্ৰ ।...
અમદાવાદમાં ગરમીથી 13 દિવસમાં 72 લોકોના મોત થયા
અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત થયા છે. પહેલીવાર ગરમીના કારણે આટલા મોત નોંધાયા છે....
Delhi Election: दिल्ली में ऑटोवालों के दोनों हाथ में लड्डू, केजरीवाल ने 5 तो BJP ने कर दिए 7 वादे
Delhi Election: दिल्ली में ऑटोवालों के दोनों हाथ में लड्डू, केजरीवाल ने 5 तो BJP ने कर दिए 7 वादे
સુરત શહેર થી ગૃહમંત્રીની મોટી જાહેરાત, 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે
સુરત શહેર થી ગૃહમંત્રીની મોટી જાહેરાત, 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે
કુંભરવાડી ગામની હીર પટેલ ધોરણ 10 ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો....
કુંભરવાડી ની કૃષક અભ્યુદય વિદ્યામંદિર ની વિદ્યાર્થિની પટેલ હીર કમલેશ કુમાર ધોરણ 10 ના જાહેર થયેલ...