પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લામાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાની કામગીરીમાં જોતરાયેલી પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ટીમના પીએસઆઈ એસ.આર.શર્માને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇસર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આઇસર ગાડીનું  હુન્ડાઈ કંપનીની એસન્ટ કાર પાયલોટિંગ કરી  હાલોલથી ઘોઘંબા તાલુકાના ગુણેશિયા તરફ આવી રહી છે અને આ વિદેશી દારૂનો જથ્થો ઘોઘંબા તાલુકાના પાંચ પથરા ગામે રહેતા રમેશભાઈ રણછોડભાઈ રાઠવા એ મંગાવેલ છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના પી.એસ.આઇ. એસ.આર.શર્મા એલસીબી પોલીસના કર્મચારીઓ નાસીરઅલી નિઝામુદ્દીન કેહજીભાઈ સૈયદૂભાઈ m,શૈલેષભાઈ બચુભાઈ અને વિજયસિંહ છત્રસિંહભાઈએ ધોઘંબા તાલુકાના ગુણેશીયા ગામે ગોઝારીયા ખાતે આવેલ શ્રી ગુરુકૃપા આદિવાસી આશ્રમશાળા રોડ પર નાકાબંધી કરી બાતમીવાળી આઇસર ગાડી તેમજ પાયલોટિંગ કરતી એસેન્ટ ગાડીને ઝડપી પાડી આઇસર ગાડીમાંથી એલસીબી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ 625 જેમાં ક્વાટરીયાની બોટલો નંગ 30,000 જેની અંદાજી કિંમત 30,00,000/-  રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે વિદેશી દારૂ સહિત આઈસર અને એસેન્ટ ગાડી 6 નંગ મોબાઈલ  સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 41,17,600/- રૂપિયા નો મુદ્દામાલ જપ્ત  કરી સ્થળ પરથી ચાર વ્યક્તિઓ 
(1) રાકેશ બાબુલાલ ઇટાવદીયા ખાતી રહે. રતવા થાના તા. જી. ધાર,મધ્ય પ્રદેશ
(2) કમલ બદ્રિલાલ રાવત રહે.રામુખેડી,પોસ્ટ ખુંદેલ,બુઝર્ગ થાના, કુંડેલ તા.જી.ઇન્દોર,મધ્યપ્રદેશ.
(3) નરેશ બાબુભાઈ પટેલ. રહે. 235 અક્ષર સીટી, કેલનપુર,ડભોઇ રોડ,વડોદરા.
(4) રમેશભાઈ રણછોડભાઈ રાઠવા રહે.પાંચ પથરા,રાઠવા ફળિયું,પોસ્ટ શેરપુરા,તા. ઘોઘંબા જી.પંચમહાલ. નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે તેઓની સાથે સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ઈદરીશભાઈ હનીફભાઈ પઠાણ રહે. માલવીયા મહોલ્લા બેટમાં, ઇન્દોર,મધ્યપ્રદેશ અને દેવેન્દ્રભાઈ જયસ્વાલ રહે ગોવા.નાઓ મળી કુલ 6 વ્યક્તિઓ સામે ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
 
 
 

 
 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं