:: નારી વંદન ઉત્સવ ::

“નારી વંદન ઉત્સવ” અંતર્ગત સારસા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ અને બાળકોના ઉત્થાન, મહિલા સશકિતકરણ માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નારી વંદન ઉત્સવ” તથા વિશ્વ સ્તન સપ્તાહની તા. ૧ થી ૭ દરમિયાન જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. 

  મહિલા અને બાળ અધિકારીની કચેરી આણંદ દ્વારા “નારી વંદન ઉત્સવ” તથા “વિશ્વ સ્તનપાન 

સપ્તાહ ”અંતર્ગત આણંદ તાલુકાનાં સારસાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભા, તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને સગર્ભા અને ધાત્રી બહેનો હાજર રહી હતી. આ બહેનોના આરોગ્યની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન અને સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા. જયારે કેમ્પ દરમિયાન મહિલાઓને રાજય સરકારની ટેક હોમ રાશન (બાલશકિત, માતૃશકિત અને પૂર્ણા શકિત) યોજવામાં વિશે જાણકારી આપવા સહિત આમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કેમપ દરમિયાન મહિલાઓને મુખ્ય મંત્રી માતૃ શકિત યોજના અંગેની સમજ આપી ખોરાક અંગેની મહિલાઓમાં રહેલી ગેરસમજ દૂર થાય તે માટેનું માર્ગદર્શન આપી સગર્ભા અને ધાત્રી માતાઓને બાળકને જમ્ના એક કલાકમાં સ્તનપાન – બચાવે લાખો શિશુના પ્રાણ ઉકિત અંગેની પણ સમજ આપવામાં આવી હતી. આ શિબિરમાં જિલ્લાના આર.સી.એચ.ઓ., સી.ડી.પી.ઓશ્રી, એમએસ, એનએનએમ, એડબલ્યુડબલ્યુ એ હાજર રહી સગર્ભા અને ધાત્રી માતાઓનું જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હોવાનું આણંદના મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે. આ શિબિરમાં સગર્ભા અને ધાત્રી માતાઓએ મોટી સંખ્યામાં હાજર રહીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું...

રીપોટર રાજેશ સોલંકી આણંદ