અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા
અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ . ટીમ બાબરામાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે,
બાબરા, સ્વામીનારાયણનગરમાં પાસે એક ઈસમ પોતાના કબ્જા ભોગવટાના ગોડાઉનમાં નશાકારક કેફીપીણાનો મોટો જથ્થો રાખેલ છે. જે હકિકત આધારે એલ.સી.બી. ટીમ દ્રારા રેઇડ દરમિયાન એક ઇસમને નશાકારક કેફી પીણાની બોટલો સાથે પકડી પાડી, મળી આવેલ નશાયુકત બોટલોમાંથી એફ.એસ.એલ. તથા કુંડ એન્ડ ડ્રગ્સ વિભાગનાઓની તપાસણી અર્થે સેમ્પલ તરીકે લઇ, તમામ બોટલો શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી, પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ ઇસમની વિગતઃ-
મુળશંકરભાઇ મણીશંકરભાઇ તેરૈયા ઉ.વ.૪૫, રહે.બાબરા, સ્વામીનારાયણનગર, તા.બાબરા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) ARYURVEDIC PROPRIETARY MEDICINE GERGEM ASHV-ARISHATHA 400ML Manufactured By, AMB PHARMA 142 contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલો નંગ-૧૮,૩૮૨ જેની કિ.રૂ.૨૭,૫૭,૩૦૦/-
(૨) ARYURVEDIC PROPRIETARY MEDICINE SLEEPWELL ASHV-ARISHATHA 400ML Manufactured By,AMB PHARMA Go42l contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલ નંગ ૨૧૯૮ જેની કિ.રૂ.૩,૨૯,૭૦૦/-
(૩) KAL MEGHASAVA ASAVA-ARISHTA 375 ML Manufactured By,AMB PHARMA બનાવટની contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલ નંગ- ૧૨૮૭ જેની કિ.રૂ.૧,૯૩,૦૫૦/-
(૪) HERBY GOLD ASAVA 400 ML Manufactured By,AMB PHARMA બનાવટની contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલો નંગ-૧૮,૨૦૬ જેની કિ.રૂ.૨૭,૩૦,૯૦૦/- મળી
કુલ બોટલ નંગ ૪૦,૦૭૩ કુલ કિં.રૂ.૬૦,૧૦,૯૫૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. મહેશભાઈ સરૈયા, ભગવાનભાઇ ભીલ, તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, કિશનભાઈ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.