જીલ્લામાં બનતા વાહન ચોરી તથા મિલકત સંબંધી વણ શોધાયેલ ગુન્હાસઓ શોધી કાઢવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરી કરાવવા સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમના એ.એસ.આઇ.એસ વી દાફડા તેમજ પો.કોન્સ ધવલસિંહ ચંદુભા સિસોદીયા તથા પો.કોન્સ. રાજુભાઇ જીવણભાઇ પહેરીયા તથા પો.કોન્સ અલ્પેશભાઇ લક્ષ્મણભાઇ ખાંભલા તથા પો.કોન્સ.મેહુલભાઇ બુધાભાઇ મકવાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં પ્રયત્ન શીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. એમ.વી. દાફડા તથા પો.કોન્સ રાજભાઇ જીવણભાઇ પઢેરીયા, ધવલસિંહ ચંદુભા સિસોદીયાને સંયુક્ત રાહે ચોકકસ બાતમી મળેલ કે સુરેન્દ્રનગર સીટી એ ડીવી.પો.સ્ટે.ના ગુ.ર.નં.112110 53230775/23 આઇ.પી.સી.કલમ 379ના કામે સુરેન્દ્રનગર કમાન કટ્રોલના સી.સી.ટી.વી. કેમારામ કેદ થયેલ શકમંદ ઇસમ દીપકભાઇ ઉર્ફે દીપકો સ.ઓફ દિનેશભાઇ શિવાભાઇ ઓગણીયા જાતે દેવીપુજક ઉ.વ.29 ધંધો, મજૂરી મુળ રહે.ગામ શેખપર શેત્રુંજીમાના મંદીર પાસે તા.મુળી જી.સુરેન્દ્રનગર હાલ રહે. અમદાવાદ સુભાષનગર બે માળીયા ઓડાના મકાનમાં બીજો માળ બ્લોક નં-02 મકાન નં-99 નોબલ ટર્નીંગ એરપોર્ટ રોડ અમદાવાદ વાળો સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં ચોરીનુ મો.સા. તથા ચોરીની રીક્ષા વેચવાની પેરવી કરતો હોય અને તેના પર પુરેપુરી શંકા હોય જેથી હ્યુમન સોર્સ તથા સી.સી.ટીવી કેમેરામાં કેદ થયેલ ઇસમને શંકાના આધારે મજકુર ઇસમની જીણવટભરી રીતે યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર દીપકભાઇ ઉર્ફે દીપકો દિનેશભાઇ શિવાભાઇ ઓગણીયા વાળાએ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમા ગયેલ ચોર મુદામાલમા મો.સા ગઈ તા. 6/07/2023 ના રોજ સુ.નગર વાદીપરા એસ.બી.આઇ.એક પાસેથી એક સિલ્વર કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નંબર gj-13-553275 વાળુ ચોરી કરેલ તથા અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશન આઇ.પી.સી કલમ 379 મુજબના ગુનામાં ચોરી થયેલ એક સી.એન.જી.રીક્ષા રજી.નં-gj-27ના-9706 વાળી ગઇ તા.04/07/2023 ના રોજ અમદાવાદ કુબેરનગર ગુલશન પાર્ટી પ્લોટ આગળ જાહેર રોડ પરથી ચોરી કરી ગુનાનો એકરાર કરતા સુરેન્દ્રનગર સીટી એ ડીવીના આઇ.પી.સી.કલમ 379 મુજબના ગુનાના કામે આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.