બનાસકાંઠા જિલ્લામાં વીજચોરી અને ગેરકાયદે કનેક્શનને લઈને તંત્ર દ્વારા હાથ ધરાયેલ ચેકિંગમાં ત્રણ માસમાં સુધીમાં જિલ્લામાં 14 તાલુકામાંથી 1117 કનેક્શનોમાં વીજચોરી પકડાઇ હતી. જેમને રૂપિયા 183.28 લાખનો દંડ ફટકાર્યા હતો.જેને લઈ વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં વીજ ચોરીને લઇ વીજતંત્રની ચેકીંગ ટુકડીઓએ એપ્રિલથી જૂન 2023 સુધી કરેલા ચેકીંંગ દરમિયાન અલગ-અલગ 14 તાલુકામાં 5468 કનેકશન ચેક કર્યા હતા. જેમાંથી 1117 કનેકશનમાં વીજ ચોરી પકડાઈ હતી. જેમાં રૂપિયા 183.28 લાખના દંડના બિલ ફટકારવામાં આવ્યાં હતાં. વીજ ચોરીના કેસ સૌથી વધુ ડીસા તાલુકામાં અને સૌથી ઓછા સૂઈગામ તાલુકામાં સામે આવ્યા હતા.

પાલનપુર 141 17.6

વડગામ 57 5.4

અમીરગઢ 95 11.15

દાંતા 128 8.3

ડીસા 220 48.05

ધાનેરા 79 8.7

થરાદ 98 13.45

વાવ 18 1.51

સુઈગામ 8 0.31

કાંકરેજ 129 31.13

લાખણી 29 6.33

દિયોદર 47 23.92

દાંતીવાડા 45 4.91

ભાભર 23 2.82