માનસિક રોગીઓ દિવડા બનાવી પોતાના અને અન્યના

જીવનમાં પ્રકાશ રેલાવશે

જૂનાગઢની આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશનના મનોરોગીઓને

તેમજ માનસિક ક્ષતિગ્રસ્ત લોકોને 30,000 દિવડા

બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આમ, આ મનોરોગીઓ

દિવડા બનાવી પોતાની તેમજ અન્યોની જીંદગીમાં પણ

પ્રકાશ રેલાવશે. આ અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.

બકુલ બુચ અને સંચાલક પૂર્ણાબેન હેડાવે જણાવ્યું હતું

કે, અમારી સંસ્થામાં છેલ્લા 18 વર્ષથી માનસિક રોગીઓ

તેમજ માનસિક ક્ષતિગ્રસ્ત લોકોની નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે

માનસિક, સમાજિક સારવાર કરવામાં આવે છે. સાથે તેઓ

આત્મનિર્ભર બંને અને સમાજના પુન: સ્થાપિત થઇ શકે તે

માટે વ્યવસાયિક રીતે તાલીમ પણ આપવામાં આવે  પરિણામે તેઓ ફિનાઇલ,મસાલા, રાખડી, દિવડા જેવા

ગૃહઉદ્યોગ શિખી વસ્તુ બનાવી રહ્યા છે. આવી વસ્તુનું

બાદમાં વેંચાણ કરી થતી તમામ આવક તેમના કામ મુજબ

વહેંચી દેવામાં આવે છે. દરમિયાન ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ

કંપની દ્વારા આ મનોરોગીઓને 30,000 દિવડા બનાવવાનો

ઓર્ડર આપાયો છે. પરિણામે હાલ તમામ મનોરોગીઓ

દિવડા બનાવવાની કામગીરી જોરશોર અને ભારે ઉત્સાહથી

કરી રહ્યા છે. આમ, આ દિવડા બનાવી આર્થિક ઉપાજન કરી મનોરોગીઓ

પોતાના જીવનમાં તેમજ ખરીદનારના જીવનમાં પણ પ્રકાશ

ફેલાવી શકશે. કોઇ મનોરોગીઓને કંપની દ્વારા કામનો

આવડો મોટો ઓર્ડર મળ્યો હોય તેવું જૂનાગઢના ઇતિહાસમાં

કદાચ પ્રથમ વખત બન્યું હશે તેમ માનવામાં આવી રહ્યું છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ