થરાદમાં પંદર દિવસ પહેલાં મૃત્યુ પામેલા થરાદના વેપારી યુવકના રહસ્યમય મોતનો ભેદ ખુલ્યો છે. જેમાં યુવક અને યુવતીએ એમસીએક્સ, એનસીડીઇએક્સની રમવાની લાલચ આપી 1.80 કરોડ પડાવ્યા હોવાનું સૂસાઇડ નોટમાંથી બહાર આવ્યું છે. યુવકે જીરામાં નાખવાની ગેસવાળી દવા ખોલીનો તેનો ગેસ લઇને આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
મૂળ થરાદના ખોડા ગામનો અને માર્કેટયાર્ડમાં વેપારી પેઢી ધરાવત ભાવેશ પ્રાગજીભાઇ પટેલ (ચૌધરી)એ તા. 14 જુલાઇના રોજ થરાદમાં ધાનેરા રોડ પર આવેલી પોતાની ભાગીદારીવાળી જીરાની ફેક્ટરી પર જીરામાં નાખવાની ગેસવાળી દવા ખોલીનો તેનો ગેસ લઇને આત્મહત્યા કરી લીધી છે.
મેં જેટલા જીરામાં પૈસા કમાયા છે તેનાથી ત્રણ ગણા સટ્ટામાં જતા રહ્યા છે. 1.80 કરોડ વિનુ અને તેના સાથી તરુણા જોધપુર વાળા પાસે લગાવ્યા તેમને ક્યારેય છોડતા નહીં.....
જોધપુર અને સુમેરપુરમાં સટ્ટાની ઓફિસ ધરાવતા વિનોદભાઈ પટેલ (રહે.ઇસરવા,તા.કાંકરેજ) અને તરુણા જોધપુરવાળીએ મને કરોડો રૂપિયાનો સટ્ટો રમાડી તથા સટ્ટામાં ગોટાળા કરી મારી જિંદગી બરબાદ કરી નાખી છે. પહેલા વિનુભાઈની ઓફિસ સુમેરપુર હતી. હાલ બદલીને જોધપુર કરી છે. તેણે મારી પાસેથી કરોડો રૂપિયા લીધા છે. મેં ખેડૂતોનું જીરું વેચીને તેમાંથી આવતા પૈસા ખેડૂતોને આપવાની જગ્યાએ સીધા હવાલાથી આંગડિયાથી તેમને આપ્યા છે. અને તે પોતે પણ ત્રણ વાર તેની કાળા કલરની સ્કોર્પીયો ગાડી લઈને રૂબરૂ આવી દબાણ કરી પૈસા લઈ ગયા છે. તેણે મારી જિંદગી હરામ કરી નાખી છે તેને પૈસા આપવા સારું મેં શરાફી વ્યાજથી પણ વધુ એવા માસિક ત્રણ ટકાના અને તેનાથી વધુ વ્યાજે પૈસા લાવેલ અને માર્કેટમાં રોટેશન કરીને ઘણા પૈસા તેને આપેલ છે.
મેં વ્યાજે લાવેલ રૂપિયા અને પેઢીમાં ખેત પેદાશ માલ વેચવા આવેલ ખેડૂતોના માલના બધા પૈસા તેને આપ્યા છે. આજે ગયા છે કાલ કમાઈશ તેમ કહીને તેણે મને પુરો સાફ કરી નાખ્યો છે. હું કોઈને કહી શકું તેમ નથી, તેને છોડતા નહીં ’’ ત્યારબાદ તે જ નંબર ઉપરથી છોકરીના ઉપરાંત ભાવેશના અવાજમાં 10 રેકોર્ડિંગ પણ જણાઈ આવ્યા હતા.