ખંભાત તાલુકાના લુણેજ મુકામે અંગત ગ્રુપ દ્વારા ong ના સહયોગથી અને મેટ્રિક્સ સોસાયટી ફોર સોશિયલ સર્વિસીસ આયોજિત નિ:શુલ્ક સ્વાસ્થ્ય શિબિરનો શુભારંભ પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઓએનજીસીના ડો.કેયુર ભટ્ટ, મેટ્રિક્સ સોસાયટી પ્રોગ્રામના મેનેજર રણવિજય રાણા, પ્રોગ્રામ કોર્ડીનેટર રાજેશ મોહનિયા, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર વિપુલભાઈ પટેલ, સરપંચ પ્રતિનિધિ જોરુભાઈ ભરવાડ સહિત અંગત ગ્રુપના સભ્યો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(સલમાન પઠાણ - ખંભાત)