હળવદ શહેરની સાંદિપની સ્કૂલ પાછળ આવેલી શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સુવિધા પણ ન મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખઆડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી શ્રીજીનગર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શ્રીજીનગર સોસાયટીમાં આશરે 300થી વધારે લોકો રહે છે. અને છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા જેવી કે, સમયસર પાણી ન મળવું, સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે, ગટર લાઈન પણ બ્લોક થઈ ગઈ હોવાથી ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે જેથી ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી ત્યાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તો સાથે રસ્તાઓ પણ તૂટેલા છે. પરંતુ રિપેરીંગ કરવાની તસ્દી પણ તંત્ર ન લેતું હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચોમાસામાં રસ્તા પરના ખાડાના કારણે લોકો ખાડામાં પડી જવાના પણ બનાવ બને છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા મળે તે માટે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं