ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર બે આરોપીને બનાસકાંઠાના કાંકરેજ થી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસથી મારામારીના ગુનામાં ફરાર બે આરોપીને પોલીસે બનાસકાંઠાના કાંકરેજ થી દબોચી લીધા હતા જેમાં મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૬(ક), ૩૨૫, ૩૨૩, ૫૦૬(૨) પ્રકારના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર (૧) કુલદીપસિંહ ખાનભા ઝાલા રહે.ઝીઝુવાડા, (૨) અમરસિંહ ઉર્ફે શિવાજી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહે.કાકરેજ બનાસકાંઠા બંને આરોપીઓને બનાસકાંઠાના કાંકરેજ માંથી ઝડપી પાડી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં પોતે ઉપરોક્ત ગુનામાં ફરાર હોવાની કબુલાત આપી હતી જેથી આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્કોડના પીએસઆઇ એસ.પી.ઝાલા, અસલમખાન, અશ્વિનભાઈ, રોનકભાઈ સહિતની અલગ અલગ ટીમો બનાવી છ માસથી ફરાર બંને આરોપીઓને ઝડપી પાડી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર