પાવીજેતપુર તાલુકાના ૩૫ જેટલા પ્રાથમિક શિક્ષકો જિલ્લા ફેર બદલીમાં તાલુકા શિક્ષણાધિકારી ની સહીના વાંકે મુશ્કેલીમાં મુકાયા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર તાલુકા ના ૩૫ જેટલા શિક્ષકોને જિલ્લા ફેર બદલી થઈ હોવા છતાં તાલુકા શિક્ષણાધિકારી સહી ન કરતા મોડી રાત સુધી તાલુકા શાળાએ તાલુકા શિક્ષણાધિકારીની રાહ જોઈ બેસી રહ્યા હતા. અંતે તાલુકા શિક્ષણ અધિકારીએ બીજા દિવસે સહી કરતા આ શિક્ષકોની સિન્યોરિટી પાછળ ઠેલાઈ હતી જેને લઇ શિક્ષણ આલમ માં રોષ જોવા મળ્યો હતો.
પાવીજેતપુર તાલુકામાં ૩૫ જેટલા શિક્ષિકાઓ જિલ્લા ફેર બદલી નો લાભ લીધો હોય જેઓને છોટાઉદેપુર જિલ્લામાંથી જિલ્લા શિક્ષણાધિકારીએ છૂટા કરી દેવામાં આવ્યા હતા. જે હુકમમાં સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે ૩૧ જુલાઈએ શાળા સમય બાદ આ શિક્ષકોને શાળામાંથી તેમજ તાલુકા માંથી છુટા કરી દેવા, જેથી કરી આ શિક્ષકો પહેલી ઓગસ્ટ શાળા સમય પહેલા જે તે બદલી વાળી શાળાએ હાજર થઈ શકે, પરંતુ પાવીજેતપુર તાલુકાના શિક્ષણાધિકારીએ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી ગાયબ થઈ જતા ૩૫ જેટલા શિક્ષકો તાલુકા શાળાએ ૪ વાગ્યાથી પહોંચી જઈ રાત્રિના ૧૦ વાગ્યા સુધી તાલુકા શિક્ષણાધિકારી નો આવવાનો ઇંતજાર કર્યો હતો. મોડી રાત્રે તાલુકા શિક્ષણાધિકારીનો મોબાઈલ ફોન ચાલુ થયો હતો તેઓને ફોન કરતા તેઓએ ફોન જ ઉપાડ્યો ન હતો.
સ્વાભાવિક રીતે જિલ્લા ફેર બદલી થયેલા શિક્ષકોને વલસાડ, પંચમહાલ, મહીસાગર, બનાસકાંઠા વગેરે દુર દુર જિલ્લામાં જવાનું હોય તેથી મોડી રાત સુધી તાલુકા શિક્ષણાધિકારીની રાહ જોઈ હતી. જો આવી જાય અને સહી થઈ જાય તો પ્રથમ ઓગસ્ટ શાળા સમય પહેલા બદલી વાળી શાળામાં હાજર થઈ શકે, પરંતુ તાલુકા શિક્ષણાધિકારીએ પોતાની મનમાની કરતા આ તમામ ૩૫ જેટલા શિક્ષકોને બીજે દિવસે બપોર બાદ ઓફિસમાં આવી સહીઓ કરતા એક દિવસ મોડા છૂટા કરવામાં આવ્યા હતા. આ એક દિવસ મોડા છુટા કરવાના કારણે તમામ શિક્ષકોની એક દિવસ સિન્યોરિટી મોડી થઈ જવા પામી છે. સાથે સાથે આ એક દિવસના પગાર માટે પણ વહીવટમાં ઘણી મુશ્કેલી ઊભી થનાર છે. પાવીજેતપુર તાલુકા શિક્ષણ અધિકારી નો ટેલીફોનિક કોન્ટેક્ટ કરતા તેઓએ ઉડાવ જવાબ આપી જણાવ્યું હતું કે " શિક્ષકોને પૂછી લો " તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક આ તમામ જિલ્લા ફેર બદલીવાળા શિક્ષકોને ઓર્ડર કરી ૩૧ જુલાઈ શાળા સમય બાદ છુટા કરી દેવાનો હુકમ કર્યો હોવા છતાં તાલુકા શિક્ષણ અધિકારીએ પોતાની મનમાની કરી એક દિવસ મોડા છૂટા કરતા શિક્ષણ આલમ માં તાલુકા શિક્ષણ અધિકારી પ્રત્યે રોષની લાગણી ભભૂકી રહી છે ત્યારે આવા કર્મચારી પ્રત્યે જિલ્લા શિક્ષણ અધિકારી લાલ આંખ કરે એ ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.