અનાજ માફિયાઓ સામે કાર્યવાહી
પંચમહાલ જિલ્લામાં આ સસ્તા અનાજના દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાનો અનાજમાં ભારે ગોલમાલ કરી રહ્યા હોય અને જિલ્લાના ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા જિલ્લાના અનેક સરકારી અનાજની દુકાન તેમજ ગોડાઉનની આકસ્મિક તપાસ કરી રહ્યા છે અને ગેરરીતિ આચનાર સામે પગલાં લઈ રહ્યા છે.