કાંકરેજ ના ધારાસભ્ય ની કલેકટરને રજૂઆત....મૂડેઠા અને ભલગામ ટોલ બૂથ પર ટોલ ટેક્ષ ન વસૂલવા કાંકરેજ ના ધારાસભ્ય ની કલેક્ટર રજુઆત કરી છે.

લેખિત રજુઆત માં જણાવ્યા અનુસાર.કાંકરેજ તાલુકાનાં શિહોરી – પાટણ હાઇવે પર બનાસ નદીનું પાણી આવવાથી તૂટી ગયેલ છે તેમજ થરા-હારીજ હાઇવે પર બનાસ નદીના પાણીના કારણે તિરાડો પડી ગઇ છે. જેથી બેન્ને હાઇવે બંધ થઇ જવાથી કાંકરેજ તાલુકાની જનતા ને પાટણ અને હારીજ જવામાં મુશ્કેલી પડી રહી છે. પાટણ અને હારીજ જવા માટે ડીસા અને રાધનપુર થી જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. જેથી કાંકરેજ તાલુકાની જનતાને ભલગામ અને મુડેઠા ટોલટેક્ષએ ટેક્ષ ભરવો પડે છે. તો ભલગામ અને મુડેઠા ટોલટેક્ષ પર કાંકરેજ તાલુકાની જનતાને જ્યાં સુધી બંને રસ્તા ચાલુ ના થાય ત્યાં સુધી ટોલટેક્ષમાથી મુકિત આપવા, તેમજ લોકો નદી કિનારે સેલ્ફી લેવા અને નાહવા માટે જઇ રહ્યા છે તો કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત મૂકવા કાંકરેજ ના ધારાસભ્ય ની અંગત અંગત ભલામણ કરી છે....