દિયોદરની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજના 50,, કેસ સપ્તાહથી તાવ, શરદી, ખાંસીના 120 થી 130 કેસ.,,દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ ચોમાસાની સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે. દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે..છેલ્લા દસેક દિવસથી દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ જનરલ ચોમાસાના સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. આ અંગે દિયોદર રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.કૃષભ પટેલએ જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયે એડીનો વાઇરસ કંચી ક્યુરીયુ વ્હાઇટ ટીલ નામનો આખોનો રોગ આવ્યો છે આ રોગ ચેપી છે. જેની સારવાર આપવામાં આવી રહી છે તેમજ તાવ, શરદી, ખાંસી વગેરેના દર્દીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે...