બનાસકાંઠામાં ભીલડી પાસેથી સગીરાને ભગાડી જનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના પુણે પાસેથી સગીરા સહિત યુવકને ઝડપી પોક્સો એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભીલડી પાસેથી જોરાપુરા ગામના જગદીશ ઠાકોર નામનો યુવક સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ભીલડી પોલીસ મથકના પ્રોબેશનલ આઇપીએસ સુબોધ માનકરની સૂચના મુજબ પોલીસે અલગ અલગ ટીમો બનાવી યુવકની શોધખોળ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સીસના આધારે આ યુવક મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસ બંનેને શોધવા માટે 800 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર પહોંચી હતી.
મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી યુવકને સગીરા સાથે પકડી પાડ્યો છે. પોલીસે બંનેને ભીલડી પોલીસ મથકે લાવી સગીરાને તેના પરિવારને સોંપી હતી. જ્યારે યુવક સામે આઇપીસી કલમ 363, 366, 376 અને પોક્સો એક્ટ 4 અને 6 મુજબ આગળની કાર્યવાહી હાથ કરી છે.