મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જાહેર રસ્તા પર જ મહિલાઓ પર હુમલો થવાની ઘટના સામે આવી રહી છે. મહેસાણાના એક રાજકીય આગેવાનની દીકરી પર એક અસામાજિક તત્વએ ભાજપનો કાર્યકર્તા છું તેમ કહીને હુમલો કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પ્રાથમિક જાણકારી મુજબ મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સમાજની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીતી રહ્યા હતા, જેની શુભેચ્છા આપવા માટે તેમની દીકરી સિદ્ધાર્થ સ્કૂલ તરફ જઈ રહી હતી. તે સમયે એક અસામાજિક તત્વ ભાનુંભાઈ રાઠોડે યુવતીની કાર પર મુક્કો માર્યો હતો અને યુવતીએ જ્યારે બહાર આવીને તેને ઠપકો આપ્યો ત્યારે આ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીના વાળ ખેંચીને તેની સાથે ઝપાઝપી કરી હતી. જેના કારણે યુવતીએ ગાળામાં પહેરેલી સોનાની ચેન પણ તૂટી ગઈ હતી.
આ ઘટનાની જોઈને આસપાસના લોકો અને યુવતીના ભાઈઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને છોડાવી હતી. જ્યારે લોકો એકત્રિત થઈ ગયા ત્યારે આરોપી ભાનુંભાઈ રાઠોડે બધાની સામે જ કહ્યું કે, ‘તારાથી થાય તે કરી લેજે, હું ભાજપનો કાર્યકર છું. મારી સામે આવીશ તો જાનથી મારી નાખીશ.’ ત્યાર બાદ યુવતીએ આ સમગ્ર ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.