તારાપુર તાલુકાના વરસડા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન સોજીત્રા ધારાસભ્યશ્રી વિપુલભાઇ પટેલ તથા અમૂલ ડેરીના વા.ચેરમેનશ્રી કાંતિભાઈ સોઢા પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રીમતી સીતાબેન ચંદુભાઇ પરમાર, વરસડા દૂધ મંડળીના ચેરમેનશ્રી વેલુભા ગોહેલ, સહિત ભાજપ સંગઠનના જિલ્લા તાલુકાના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.