ખંભાતમાં અગાઉના ઝધડાની રીસ રાખી સાસરીયાઓએ એકને માથામાં નારીયેળ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ મહિલા વિરૂદ્ધ ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ખંભાત શહેરમાં ત્રણ લીંબડી વિસ્તારના રહીમમીંયા ઉસ્માનગની અરબને અગાઉના ઝઘડાની રીસ રાખી ત્રણ દરવાજા કાપડિયા સ્કૂલના ગેટ આગળ સાસરી પક્ષના તેઓના સાળી આશીયાનાબાનુ ઈરસાદહુસૈન શેખ અપશબ્દ બોલવા લાગ્યા હતા તેમને અપશબ્દ ન બોલવાની ના કહેતાં તેઓની પત્ની ગુલાબશાંબાનુ રહીમમીંયા અને અન્ય એક મહિલા છોટનબીબી ઐયુબભાઈ પઠાણ તેમનું ઉપરાણું લઈને ત્યાં ધસી આવ્યા અને ઝપાઝપી કરી હતી ઉશ્કેરાયેલી મહિલાએ તેઓના માથામાં નારીયેળ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ખંભાત શહેર પોલીસે ત્રણ મહિલા વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.