હિંદવાની આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત,,,બનાસકાંઠા જિલ્લામાં હિન્દવાણી આંજણા કેળવણી મંડળ દિયોદરના પ્રમુખની વરણી બાબતે સમાજમાં આંતરિક નારાજગી સામે આવી હતી.વર્તમાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ મંડળની સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે સી .આર ખરસાણ નું નામ જાહેર કર્યું હોય એવી માહિતી સોશિયલ મીડિયામાં વહેતી થતા સમાજના આગેવાનોમાં આંતરિક નારાજગી સામે આવી હતી.ત્યાર બાદ સમાજના આગેવાનોની હાજરીમાં ફરીથી પ્રમુખ તરીકે શિવાભાઈ ભુરીયા ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.હિન્દવાણી આંજણા કેળવણી મંડળ અને આદર્શ સંકુલના પ્રમુખ શિવાભાઈ ભુરીયા યથાવત રહ્યા છે...