પ્રેસ મીડિયા એ લોકશાહી નો ચોથો મજબૂત સ્તંભ છે પ્રેસ મીડિયા નાં માધ્યમ થી પત્રકારો આમ જનતાની સુખાકારી માં વધારો થાય તે માટે આમ જનતા નાં હિત માં જનતાનો અવાજ બનતા હોય છે પત્રકારો પોતાનાં વિસ્તારમાં કઈક ખોટું થતુ હોય તો અવાજ ઉઠાવતા હોય છે જેથી કરીને બે નંબરી લોકોને આ વાત નાં ગમે એ સ્વાભાવિક છે માટે હજુ હમણા જ બોટાદ માં એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો તેવા સમાચાર મળ્યા છે હવે સમગ્ર ગુજરાત માં દારૂબંધી હોવા છતાં સમગ્ર ગુજરાત માં દારૂ ખુલ્લેઆમ વેચાય છે આ વાતને પત્રકારો ઉજાગર કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે આ વાત બુટલેગરોને ના ગમે એટલે બોટાદ માં બુટલેગરોએ એક પત્રકાર પર હુમલો કર્યો છે તો એક પત્રકાર હોવાનાં નાતે અમે આ હુમલાએ વખોડીએ છીએ અને આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે ગુજરાત નાં તમામ પત્રકારો એક છે અને એક રહેશે માટે એવા તમામ લોકોને ઉદ્દેશીને કહીએ છીએ કે પત્રકારો પર હવે હુમલાઓ થશે તો આ વાતને અમે પત્રકારો સાંખી નહી લઈએ અને જે કામ ખરેખર સરકારનાં પ્રતિનિધિઓએ કરવાનું હોય તે કામ આ દેશનાં પત્રકારો કરી રહ્યા છે માટે સરકારે પણ આ વાતને સમજવી જોઈએ અને પત્રકારો નાં હિતમાં નિર્ણયો લેવા જોઈએ અને પત્રકાર પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસે અને કોઈ પણ વ્યક્તિ પત્રકાર પર હુમલો કરતા પહેલા સો વાર વિચાર કરે અને આવું તો જ બને જો સરકાર પત્રકારો નાં હિતમાં નિર્ણયો લે સરકાર નિર્ણય લે કે નાં લે પણ પત્રકારો હવે આવા હુમલાઓ ને સાંખી નહી લે.