પાવીજેતપુર ભારજ નદીના પુલના બંને છેડા દબાતા હોવાથી ભારદારી વાહનોની આવન જાવન પર રોક
પાવીજેતપુર તાલુકાના આવેલ ભારજ નદીના પુલ ઉપર બંને બાજુના છેડા દબાતા હોવાથી અગમ ચેતીના ભાગરૂપે ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
પાવીજેતપુર થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ શિહોદ ગામે થી ભારજ નદી પસાર થતી હોઇ જેના ઉપર પુલ બનાવેલ હોય જે પુલ છેલ્લા કેટલાક સમયથી નબળો થઈ રહ્યો છે તેમજ તાજેતરમાં નદીની અંદર પાણી વધુ આવવાના કારણે બંને છેડા ઉપરથી પુલ દબાતો હોવાનું તંત્રને લાગતા તંત્રએ અગમ ચેતીના ભાગરૂપે આ પુલ ઉપરથી ભારદારી વાહનોની આવન જાવન ઉપર રોક લગાવી દીધી છે. તેમજ આ ભારધારી વાહનો વન કુટિર થી રંગલી ચોકડી થઈ બોડેલી તરફ જઈ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, પાવીજેતપુર તાલુકામાં મન મૂકી મેઘો વરસતા નદી નાળાઓ છલકાઈ ગયા છે ત્યારે ભારજ નદીમાં પણ ઘોળાપુર આવતા ભારજ પુલ બંને બાજુથી દબાતા ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.