પાવીજેતપુર તાલુકાના પાની ગામે દીપડાએ હુમલો કરી સાત બકરાઓનું કરેલું મારણ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

           પાવીજેતપુર તાલુકાના પાની ગામે રાત્રિના દીપડાએ હુમલો કરી સાત બકરાઓનું મારણ કરતા કદવાલ પંથકમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે. 

           પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આવેલ પાની ગામે સંપતભાઈ સાગુભાઈ રાઠવા ના ઘરે રાત્રિના કોઢ ની અંદર બકરાઓ બાંધેલા હતા. સવારે ઊઠીને જોતા કોઢ ની અંદર ત્રણ બકરા મરેલા હતા તેમજ ચાર બકરા ઘરથી ૨૦ મીટર જેટલા દૂર ખેતરમાં મરેલા નજરે પડ્યા હતા. જેમાં બે બકરા તેમજ પાંચ બકરીઓ નો સમાવેશ થાય છે. રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હોવાનું લોકોનું માનવું છે. તેમજ ચાર જેટલા બકરાઓ ૨૦ મીટર દૂર ખેંચી લઈ જઈ અને ત્યાં બકરાઓનું મારણ કરવામાં આવ્યું છે તેથી એક દીપડો નહીં પણ એકથી વધુ દીપડાઓ હોવાનું લોકોનું માનવું છે. 

          સાત બકરાઓનું દીપડાઓ એ મારણ કર્યું હોય જેની જાણ વનવિભાગને થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી દીપડાના ફૂટપ્રિન્ટ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ દીપડો વધુ આ વિસ્તારના લોકોને તેમજ પશુઓને નુકસાન ન પહોંચાડે તે હેતુસર પાંજરા મુકી દીપડાને જબ્બે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

        આમ, પાવીજેતપુર તાલુકાના પાની ગામે દીપડાએ રાત્રિના ઘર આંગણે કોઢ માં બાંધેલા સાત બકરાઓનું મારણ કરતાં સમગ્ર કદવાલ પંથકમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે.