વિસનગર તાલુકાના ભાલક ગામમાં 6 શખ્સોએ હાથમાં ધોકા લઈ આવી મહિલાને 'તારો દિયર મારી બહેનને ભગાડી લઇ ગયો છે, તેને પાછી લાવ નહિંતર તારી દીકરીઓને ઉપાડી જઈશું' તેવી ધમકી આપી મહિલા સહિત સાસુ, જેઠાણી અને દીકરીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે મહિલાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તાલુકાના ભાલક ગામમાં રહેતા પિન્કીબેન અશોકજી ઠાકોર ગત 27/07 ના તેમના સાસુ હીરાબેન સોનાજી, જેઠાણી મખીબેન સહિત તેમની દીકરીઓ હિમાની, નેહા અને પૂનમ સાથે ભેંસો બાંધવાના વાડામાં હાજર હતા. તે દરમિયાન ગામના ઠાકોર સુરેશજી કાન્તિજી, ઠાકોર જીતુજી રમણજી, ઠાકોર મહેશજી અખલજી, ઠાકોર રણજીતજી દશરથજી, ઠાકોર સેંધાજી ગમાજી અને ઠાકોર વિપુલજી ગાભાજીએ આવી 'તારો દિયર મારી બેનને ભગાડીને લઈ ગયો છે, તો મારી બેનને પાછી લાવી આપ નહિંતર તારી દીકરીઓને ઉપાડી જઈશું' તેમ કહી પિન્કીબેને મારો દિયર તારી બેનને લઈ ગયો છે. તેમાં અમરો શું વાંક તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ ગડદાપાટું તેમજ ધોકા વડે પીન્કીબેનને માર માર્યો હતો. જેમાં વચ્ચે છોડાવવા પડેલા સાસુ હીરાબેન, જેઠાણી મખીબેન તેમજ ત્રણેય દીકરીઓને શખ્સોએ ગડદાપાટુંનો માર મારી બે દીકરીઓના કપડાં ફાડી નાખ્યાં હતાં. જ્યાં હોબાળો મચી જતા મારી બહેનને પાછી લાવી અમને સોંપી દેજો નહિંતર જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપો હતી. જેમાં ઇજાઓ પહોંચતા પીન્કીબેન સહિત પાંચેય એ વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.