ભાદરણ પોલીસ મથકમાં મોબાઇલ ચોરીના નોંધાયેલ ગુનાના આરોપીને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

આણંદ જીલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષક પેટલાદના માર્ગદર્શન હેઠળ ભાદરણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં PSIની મળેલ માહિતિ આધારે સુનિલભાઇ ઉર્ફે પિન્ટુ ઉદેસિંગ સોલંકી રહે.પાડગોલ તા.પેટલાદને પકડી તેની પાસે કોઇપણ જાતના આધાર પુરાવા તથા બિલ વગરનો મોબાઇલ ફોન કિ. રૂ.૧૦,૦૦૦ સાથે મળી આવતાં સદર મોબાઇલ ફોન બાબતે તપાસ કરતાં મોબાઇલ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયેલ હોય જે શોધી કાઢી આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરી.