જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા અને માળીયા હાટીના તાલુકા ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સતા માં આવતા ની સાથે જ લોકોના પ્રશ્નો ને સાંભળી ને તાત્કાલિક નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરતા તાલુકા ભર માં હાલ ધારસભ્યશ્રી ને સન્માન મળી રહિયું છે ત્યારે તેમના કામ કરવાના જુસ્સા માં વધારો થયો છે 

ત્યારે હાલ માળીયા હાટીના અને માંગરોળ ના ધારસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા શીલ ગામે આવેલ 66 kv માંથી આવતા નગીચાણા અને ફરગટા ખેતીવાડી ફીડરો ને શીલ 66kv માંથી કાઢી ને આજરોજ ચંદવાણા ગામે બનેલા નવા 66kv માં જોડાણ કરી આજે નવી લાઈન નું ઉદઘાટન ધારાસભ્ય ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.જ્યારે આ કાર્યમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ ના ધારસભ્ય દેવાભાઈ માલમ તથા નાયબ ઈજનેર બારીયા સાહેબ ના અથાગ પ્રયત્નો તેમજ નગીચાણા ગામ ના ભાજપ ના આગેવાન અરજણ ભાઈ પીઠીયા ,વિક્રમભાઈ પીઠીયા,અને ભાવેશભાઈ પીઠીયા તેમજ કરશનભાઇ ભુવા ના સફળ પ્રયત્નો રહિયા હતા .જેથી નગીચાણા ગામ ના વર્ષો જુના લાઈટ ના પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.ત્યારે આજે ચંદવાણા ગામે આવેલ સબ સ્ટેશન ખાતેથી પાવર ચાલુ કરવામાં આવ્યો હતો.

આ તકે માંગરોળ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ જેઠાભાઇ ચુડાસમા, કારોબારી ચેરમેન ગોવા ભાઈ ચાડેરા ,તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલસ ,તેમજ તાલુકા પંચાયત ના સદસ્ય ભાવેશભાઈ ડાભી ,લોએજ ગામ ના સરપંચ રવિભાઈ નંદાણીયા ,નગીચાણા ગામ ના માજી સરપંચ કરશનભાઇ તથા નારણભાઇ તેમજ મુસ્લિમ સમાજ ના અગ્રણી અકબરખાન તેમજ યોગેશભાઈ પીઠીયા સાથે નામી અનામી આગેવાનો સહિત જેટકો ના જુનિયર ઇજનેર જે.એસ.લિબોલા,તેમજ જી.એમ ઢેરા,તથા નગીચાણા ગામ ના વતની અને હાલ જેટકો માં સર્વિસ કરતા બેલીમ મોઇનખાન અને તેમની સમગ્ર ટિમ ઉપસ્થિત રહી હતી

નગીચાણા ગામનો વર્ષો જૂનો લાઈટના આ જટિલ પ્રશ્ન જેમણો સુખદ અંત આવતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે PGVCL માંગરોળ ની એક યાદી માં જણાવવામાં આવ્યું છે કે આગળ શીલ 66kv માંથી અલગ પડતી વિજલાઈન ને નગીચાણા અને ફરગટા ફીડર તરીકે ઓળખવામાં આવતી હતી તે હવે પછી 66kv ચંદવાણા સબ સ્ટેશન માંથી અલગ પડશે અને તેને મોતીવાવ ફીડર તરીકે ઓળખવામાં આવશે તેમજ મોતીવાવ ફીડર માં નગીચાણા ગામ ના સમસ્ત વાડી વિસ્તાર નો સમાવેશ કરવામાં આવ્યો છે જેની સમસ્ત નગીચાણા ગ્રામજનોએ નોંધ લેવી