ખંભાતની મહિલા ફેસપેક અને રોજ વોટર નામની પ્રોડક્ટ ખરીદીના નામે છેતરાઇ

ખંભાત શહેરમાં રહેતી અને હર્બલ કેર અને બ્યુટી કેર પ્રોડક્ટનું વેચાણ કરતી મહિલા નામે તિથીબહેન હર્ષદકુમાર શાહને ફેસબુકના મેસેન્જર મારફતે સંપર્ક સાધી ગઠીયાએ ફેસપેક અને રોજ વોટર નામની પ્રોડક્ટ ખરીદીના નામે રૂ. ૭૫ હજાર મહિલાના પતીના એકાઉન્ટમાંથી ડેબીટ કરાવી નાણાં પરત નહીં આપી ઠગાઈ કર્યાની ફરિયાદ સાઇબર ક્રાઇમ તથા ખંભાત શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.