સાયલાના ઢીકવાળી ગામના આધેડ ત.કોળી ગેરકાયદે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે રેડ કરતા ઘરમાં પતરાના ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં 2 કિલો 500 ગ્રામ, કિં. 25,000નો ગાંજો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે તપાસમાં તેના દીકરાએ ગાંજો લાવી વેચાણ કરતો હોવાનું બહાર આવતા પોલીસે વૃદ્ધાને ઝડપી બાપ–દીકરા સામે ગુનો દાખલ કર્યો છે.સાયલાના તાલુકાના છેવાડાના ગામોમાં ચિંતાજનક પોષડોડવા અને ગાંજાનું વેચાણ વધુ રહ્યું છે. ત્યારે એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, રવીભાઇ ભરવાડ, ઘનશ્યામભાઇ મસીયાવા, સંગીતાબા રાણાને પેટ્રોલિંગ દરમીયાન ઢીકવાળી ગામના આધેડ ગેરકાયદે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી એસઓજીની ટીમે સરકારી પંચો સાથે ઢીકવાળી ગામે રહેતા લાખાભાઇ સવસીભાઇ ભરાડીયા ચુ.કોળીના ઉં.65 ઘેર દરોડો કરી તપાસ કરી હતી. જેમાં ઘરમાં અનાજ ભરવાની પતરાના ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં 2 કિલો 500 ગ્રામ, કિં. 25,000નો ગાંજો મળી આવ્યો હતો.હરકતમાં આવેલી પોલીસે લાખાભાઇની ઉલટ તપાસ કરતા તેના દીકરા ગીરધરભાઇ લાવીને છૂટક વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ગાંજો લાવી આપ્યાનું બહાર આવતા પોલીસે ગીરધર હાજર ન હોવાથી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વધુ પોલીસે લાખાભાઇને ગાંજો કયાંથી લાવે છે અને છૂટક કોને વેચે છે તે દીશામાં પણ તપાસનો દોર ચલાવ્યો હતો. પોલીસે બાપ અને દીકરા સામે ગુનો દાખલ કરીને ગીરધરભાઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.