ગુજરાતમાં સફાઈ કામદારોને થતા અન્યાય અને છેલ્લા રર રર વર્ષથી રોજમદાર તરીકે મીનીમમ વેજિસ કરતા ઓછા પગારમાં ગામની ગંદકી સાફ સફાઈ કરતા વાલ્મિકી સમાજના દલિત સમાજ ના સફાઈ કામદારો ને કાયમી અઘિકાર મળે અને સફાઈ કામમાં કોન્ટાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તવા હતુથી રાષ્ટીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર અને તળાજામાં સફાઈ કામદારો ના અધિકાર માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને હવે પાલીતાણા નગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી અધિકાર મળે કાન્ટાક્ટ પ્રથા બંધ કરવામાં આવે સફાઈ કામ ના અનુભવ વગર સફાઈ કામદાર તરીકે સવણૅ સમાજના લોકોને સફાઈ કામદારો ના ઓડરો આપવામાં આવ્યા છે પરંતુ આ લોકો ઓફિસ માં કામ કરેછે સફાઈ કામદાર તરીકે ઓડૅર થયો છે છતા આવાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવે સિનિયારિટિ માં આવતાં હોવા સતા અને રોજમદાર સફાઇ કામદારો તરીક વર્ષો સુધી ગામની ગંદકી સાફ સફાઈ કરતા વાલ્મિકી સમાજના લોકોને સફાઈ કામદાર તરીકે પસંદ કરવામાં આવ્યા નથી આ તમામ પ્રશ્નો એ પાલીતાણા નગરપાલિકાના પુર્વે નગરસેવક દેવજી ભાઇ ચુડાસમા (બોબી ભાઇ) વાલ્મિકી સમાજના પેન્ટુ ભાઇ ડોડીયા અને રાષ્ટીય દલિત અધિકાર મંચ ના પ્રદશ ઉપ પ્રમુખ માવજીભાઈ સરવૈયા પ્રમુખ ધિરૂભાઇ રાઠોડ શ્યામજી ભાઈ સાગઠીયા સહિત ના આગેવાનો ની હાજરી માં મીટીંગ યોજાઈ હતી