સરકારી કચેરીમાં આવતા અરજદારો કે પછી કચેરીના કર્મચારીઓ દારુનું સેવન કરે છે કે શું.?.....

ગોઘરા તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં પાછળના ભાગમાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળતા જ ચકચાર.!!

ગોધરા તા.

ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલો વચ્ચે જ ગોધરા તાલુકા પંચાયત કચેરીના પાવહલના ભાગમાં ખુલ્લેઆમ વિદેશી શરાબની ખાલી બોટલો તેમજ પ્લાસ્ટીક ગ્લાસના દ્રશ્યો જોવા મળતા ચકચાર પ્રસરી જવા પામી છે. પંચમહાલના મુખ્ય મથક ખાતે આવેલ ગોધરા તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમાં પાછળના ભાગે વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળી આવ્યો હતો ત્યારે શું આ ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી હોવા છતાં પણ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં વિદેશી શરાબની ખાલી બોટલોના દ્રશ્યો જોવા મળી આવે છે.તો શું આ સરકારી કચેરીઓમાં આવતા અરજદારો કે સરકારી કચેરીઓના સરકારી બાબુઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ કાયદાને નેવે મૂકીને કોઈના પણ ડર સિવાય વિદેશી શરાબનું ખુલ્લેઆમ સેવન કરતા હોય તેવું દેખાઈ રહયું છે. જો સરકારી કચેરીઓમાં આવી ગેરકાયદે પ્રવૃતિઓ સામે ઉચ્ચ સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે કે કેમ.? એ તો હવે આવનાર સમય જ બતાવશે....