ગોધરા તા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગોધરા શહેરના આર.ટી.ઓ રોડ પર આવેલા ફૂલ સૈયદપાર્ક સોસાયટીમાં રહેતા સોહિલ રશીદભાઈ મન્સૂરીએ ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું. કે, તેઓ MGVCL ખાતે ફરજ બજાવે છે. જે ફરજના ભાગરૂપે ગત તા.૧૨ના રોજ બપોરના સુમારે તેઓ ગોધરા શહેરના વાલી ફળિયા નં.૩ પાછળના વિસ્તારમાં વીજ મીટરનું બિલિંગ બનાવવા માટે ગયા હતા. જે દરમ્યાન ખાલિદ રહીમ કાદર નામના ઈસમે તેઓને જણાવ્યું હતું. કે, તમને કહું તેટલા રૂપિયાનું બિલ બનાવો, તેનાથી વધારે બિલ બનાવતા નહીં. તેમ જણાવતા વિજકર્મી સોહિલ મન્સૂરીએ જણાવ્યું હતું. કે, અમારા કંપનીના નિયમ મુજબ જે મીટર રીડિંગમાં જેટલા યુનિટ વીજ વપરાશ થયો હશે તે મુજબનું લાઈટબીલ બનાવવું પડશે તેમ કહેતા ખાલિદ રહીમ કાદર નામના ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલીને સોહિલનો શર્ટ પકડી ખેંચીને બહાર રોડ પર લાવ્યા હતા અને ધમકી આપીને જણાવ્યું હતું કે, આજ પછી આ વિસ્તારમાં તમે વીજ બિલ બનાવવા માટે આવ્યા છો તો જાનથી મારી નાખીશ. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે વીજ કર્મીની ફરીયાદને આધારે માથાભારે ઈસમ સામે ગુન્હો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.