લખતર તાલુકાના ભાસ્કરપરા ગામે છાબલી ગામ તરફ જતા રસ્તાની જમણી બાજુ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા આરોપીને રોકડ 3.25,180/- તથા મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ રૂ.29,180/- ના મુદામાલ સાથે આરોપીને પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢયો હતો.પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા ના.પો.અધિ. એચ.પી.દોશી સુ.નગર ડીવી, નાઓ દ્વારા પ્રોહી/જુગાર ની અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનો તેમજ માર્ગદર્શન આપેલ જે આધારે એન.એ.ડાભી પો.સબ ઇન્સ. લખતર પો.સ્ટે.) સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે ભાસ્કરપરા ગામે છાબલી ગામ તરફ જતા રસ્તે જમણી બાજુ આવેલ બાવળના ઝાડ નિચે જાહેરમાં ખુલ્લી અમુક ઇસમો ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.જેથી અમોએ સ્ટાફના માણસો સાથે સદરહુ હકીકત વાળી જગયાએ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા (1) પ્રકાશભાઇ ચમનભાઇ બાવળીયા ત.કોળી ઉ.વ.30 રહે.વિઠ્ઠલગઢ તા.લખતર (2) મહેન્દ્રભાઇ ઉર્ફે નંદો ભીખાભાઇ બાવળીયા ન.કોળી ઉ.વ.24 રહે.ગાંગડ તા.લખતર (3) વિપુલભાઇ જગાભાઇ ઝાપડીયા ત.કોળી ઉ.વ.21 રહે.ખેંગારીયા તાવિરમગામ (4) રોહીતભાઇ ઉર્ફે ગગુ દયારાભાઇ કુકડીયા જાતે ત.કોળી ઉ.વ.27 રહે. ભાસ્કરપરા તા.લખતર (5) વિષ્ણુભાઇ વાસુદેવભાઇ લોરીયા જાતે.ત.કોળી ઉ.વ. 25 રહે. ભાસ્કરપરા તા.લખતર (6) રાજુભાઇ મફાભાઇ ઓગાણીયા જાતે,દેવીપૂજક ઉ.વ. 25 રહે. ભાસ્કરપરા તા.લખતરને ઝડપી લેવાયા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं