દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમા શોધી કાઢતી દિયોદર પોલીસ...શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ મિલ્કત સબંધી તેમજ શરીર સબંધી બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોયજે સુચના આધારે.શ્રી ડી.ટી.ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, દિયોદર ડિવિઝન નાઓના સુપરવિઝન તથા શ્રી એસ.એ.પટેલ સી.પી.આઇ. નાઓના માર્ગદર્શન તથા શ્રી જે.એન.દેસાઇ પો.સબ.ઇન્સ. દિયોદર પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે દિયોદર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમા આવેલ આદર્શ હાઇસ્કુલ પાસેથી ગઇ તા.૨૪/૦૭/૨૦૨૩ ના સાંજના પાંચેક વાગ્યા આસપાસ આ કામના ગુમ થનાર- દક્ષ પ્રકાશભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૭ હાલ-રહે.અંબિકાનગર સોસાયટી દિયોદર તા.દિયોદર મુળ-રહે.નાણોટા તા.કાંકરેજ વાળો ગુમ થતા તેના પિતા પ્રકાશભાઇ વસરામભાઇ પ્રજાપતિ હાલરહે.અંબિકાનગર સોસાયટી દિયોદર તા.દિયોદર મુળરહે.નાણોટા તા.કાંકરેજ વાળાએ તા.૨૫/૦૭/૨૦૨૩ ના કલાક ૦૦/૩૦ વાગ્યે દિયોદર પો.સ્ટેશન ખાતે તેમના દિકરા ગુમ થયા બાબતે જાણ કરતા બાતમી હકીકત આધારે ગણતરીના બાર કલાકમા ગુમ થનાર બાળકને પાટણ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર ઉભેલ રેલ્વેના ડબ્બા માથી શોધી લાવી તેના માતા-પિતાને સોપેલ છે.કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :- ૧) શ્રી જે.એન.દેસાઇ પો.સબ.ઇન્સ. દિયોદર પો.સ્ટેશન,,(૨) વસંતીબેન ગજુજી હેડ.કોન્સ. દિયોદર પો.સ્ટેશન,,,(3) મહેશકુમાર ધુળાભાઇ પો.કોન્સ. એલ.સી.બી.શાખા,,(૪) પરેશકુમાર મફતલાલ પો.કોન્સ. દિયોદર પો.સ્ટેશન,,,(૫) અરવિંદસિંહ રતુભા પો.કોન્સ. દિયોદર પો.સ્ટેશન,,(૬) દલસંગજી કેશાજી પો.કોન્સ. દિયોદર પો.સ્ટેશન ...