લીંબડી નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર અકસ્માતના 2 બનાવો બન્યા હતા જેમાં 14 લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગર હૉસ્પિટલે ખસેડાયા હતા. મોરબીના કૃપાનિધિ રવાપર પાસે પ્રાણનગર-2માં રહેતા કૌશિક ગાંધીની પુત્રી પ્રેશાની અમદાવાદ ખાતે સગાઈ હતી. સગાઈનો પ્રસંગ પૂર્ણ કરી પરિવાર સાથે તેઓ મોરબી પરત ફરી રહ્યા હતા.ત્યારે લીંબડી હાઈ-વે પર તેમની કારને અન્ય કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કૌશિકભાઈ, નેહાબેન, ક્રિનાબેન અને કાર ચાલક રફીકભાઈને ઈજા પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં લીંબડી-પાણશીણા રોડ પર ઉંટડી ગામ નજીક છકડો અને રિક્ષા અથડાતાં અકસ્માત સર્જાયો હતો.​​​​​​​અકસ્માતમાં બાબુભાઈ ચૌહાણ, હિરાભાઈ ગોવિંદભાઈ, નાનજીભાઈ મગનભાઈ, માયાબેન બાબુભાઈ, રતનબેન જેઠાભાઈ, ઉકાભાઈ માલાભાઈ, હેતલબેન પુનાભાઈ, ભાવેશ પુનાભાઈ, મનુબેન પેથાભાઈને ઈજા પહોંચી હતી. ઘાયલોને લીબડી અને સુરેન્દ્રનગર ખસેડાયા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं