ખેડબ્રહ્મા શહેર મા ફરી *હીટ એન્ડ રન* સર્જાય તે પહેલા જાહેર માર્ગો પર આડેઘડ પાર્કિંગ થતા વાહનો અને પાથરણા વાળા ક્યારે દુર કરાસે. ?
ઘણી વખત તાલુકાના ધણી મામલતદારને પોતાના ક્વાર્ટર તરફ જવા માટે ચાર રસ્તા પાસે પોતાની ગાડી ઉભી રાખી નીકળવું પડતુ હોવાના કિસ્સા સામે જોવા મળી રહ્યા છે
આ બાબતે મૌખિક ફરિયાદ પણ કરવા મા આવી છે
ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેશન વિસ્તારથી માંડી સેવાસદન સુધી રોડની બંને સાઈડમાં આડેધડ વાહન પાર્કિંગ તેમજ શહેરના તેમજ ગામ વિસ્તારમાં આડેદડ કરાયેલા લારી ગલ્લા અને પાથરણા વાળા બેફામ બન્યા છે ત્યારે જનરલ હોસ્પિટલ ખાતે 108 જેવી જીવન જરૂરિયાત વ્હીકલ લઈ જવું પણ મુશ્કેલ બને છે ત્યારે સત્તામાં બેઠેલા કર્મચારીઓ પોતાની ઐયાસી માંથી જ બહાર આવતા નથી એવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે શહેરના તમામ રસ્તાઓ પર ગીચોગીચ દબાણ કરી આડેધડ વિસ્તારોમાં પાર્કિંગ કરતા વાહન ચાલકો ની કોઈ કહેવાવાળું જ નથી ત્યારે સૌ દબાણકારો ફળ્યા ફુલ્યા છે શું ખેડબ્રહ્મા શહેરમાં ફરી હિટ એન્ડ રનનો કેસ નોંધાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે ? અગાઉ પણ શહેરમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અમદાવાદ ખાતે એક સાથે નવ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે વિવિધ માર્ગો પરના આડેદડ પાર્કિંગ અને લારી ગલ્લા પાથરણા વાળા દૂર કરવા તંત્ર ક્યારે કામે લાગે તેવી પ્રજાની માંગવા પામી છે