થરાદ તાલુકાના લેંડાઉ ગામના વતની પણ હાલ થરાદ પંચવટી સોસાયટીમાં રહેતા પંચાલ જેથાભાઇ નભાભાઇનો પુત્ર પ્રકાશભાઇ નારોલી હાઇસ્કૂલમાં નવમાં ધોરણમાં ભણે છે. શનિ રવિની રજામાં તે થરાદ આવ્યો હતો. તે પરમ દિવસે બપોરે બાર વાગ્યે થરાદ જુના આર.ટી.ઓ પાસે ઉતર્યો દરમિયાન તેનો પરિચિત મોહન લખા ચૌહાણ બાઇક લઇને તેને મળ્યો.

આ બાઇક પર બેસીને પ્રકાશ પોતાના ઘર તરફ જવા નીકળ્યો એટલામાં રોડ પર બાઇક સવારે અચાનક બ્રેક મારતા પ્રકાશ રોડ પર પટકાયો હતો. દરમિયાન પાછળથી આવતી ટ્રેક તેના પર ફરી વળી હતી. પ્રકાશને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી અને વધુ સારવાર અર્થે પાલનપુર લઇ જવાયો હતો. દરમિયાન ડીસા હોસ્પિટલમાં આઇસીયુમાં એને દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.