સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં પોણા ચાર ઇંચ, લીંબડી, ચૂડા અને લખતરમાં અઢી ઇંચ અને થાનગઢમાં દોઢ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 63.15 % સાથે કુલ 3785 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ચૂડા તાલુકામાં 483 મીમી વરસાદ સાથે 83.13 % વરસાદ, જ્યારે ચોટીલા તાલુકામાં 515 મીમી સાથે 76.18 % વરસાદ નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં 250 મીમી સાથે 45.13 % વરસાદ, જ્યારે થાનગઢ તાલુકામાં 325 મીમી સાથે 51.02 % વરસાદ નોંધાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં 92 મીમી, લીંબડી તાલુકામાં 66 મીમી, ચૂડા તાલુકામાં 63 મીમી, લખતર તાલુકામાં 62 મીમી, થાનગઢ તાલુકામાં 38 મીમી, વઢવાણ તાલુકામાં 28 મીમી અને ધ્રાંગધ્રા તાલુકામાં 21 મીમી વરસાદ ખાબક્યો હતો. આજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો.સુરેન્દ્રનગર પાસે આવેલો ધોળીધજા ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે. તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા સુરેન્દ્રનગર, વઢવાણ તાલુકાના વઢવાણ, ભડીયાદ, જોરાવરનગર, રતનપર, સાંકળી, ખમીસણા, મેમકા, નાના કેરાળા તેમજ લીંબડી તાલુકાના શિયાણી, નટવરગઢ, દોલતપર, જાંબુ, પરનાળા અને રામરાજપર ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं