ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જે અન્વયે રાજુલા પો સ્ટે.ના પોલીસ ઇન્સ સી. એસ.ફુગસીયાની રાહબરી હેઠળ રાજુલા, ડુંગર રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી મીની ઓઇલ મીલ માંથી ચોરી થયેલ શીંગતેલ ભરેલા ડબ્બા નંગ-૧૫ તથા રોકડ રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૦,૦૦૦/-ના ગુન્હાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓની ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓને ચોરીમાં ગયેલ શીંગતેલના ડબ્બા નંગ-૧૫ તથા ગુન્હો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ એક બોલેરો ગાડી તથા લોખંડના સળીયા સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલેલ છે.
રંગુનાની વિગત -
ગઇ તા.૧૩/૦૭/૨૦૨૩ ના સાંજના સાડા છ વાગ્યાથી તા.૧૪/૦૭/૨૦૨૩ ના સવારના સાડા નવ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરી.ની મહાલક્ષ્મી ઓઇલ મીલના શટરના તાળા મારવાના હુકને તોડીને ઓઇલ મીલની અંદર ગે.કા પ્રવેશ કરી વેચાણ અર્થે રાખેલ શીંગતેલ ભરેલા ૩૨ ડબ્બામાંથી ૧૫ ડબ્બા કુલ કી.રૂ.૪૫,૦૦૦/- ના તથા ઓફીસના દરવાજાનો લોક તોડી ઓફીસ અંદર ટેબલના ખાનામાં વેપારના રાખેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- ની ચોરી કરી ગુન્હો કર્યા વિ.બાબતેની નિલેશભાઇ નરશીભાઇ જાલંધરા રહે.રાજુલા,યદુનંદન સોસાયટી ડુંગર રોડ તા.રાજુલા જી.અમરેલીનાઓએ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં ફરીયાદ આપતા રાજુલા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૩૦૨૬૪/૨૦૨૩ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ. આઇ.પી.સી. કલમ-
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) વિક્રમભાઇ કેશુભાઇ ઉર્ફે કેશાભાઇ પરમાર ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.વીજપડી,દેવીપુજક વાસ,રાજુલા રોડ
(૨) નાથાભાઇ ભીમાભાઇ પરમાર ઉ.વ.૬૫ ધંધો. મજુરી રહે,કરમદીયા,પ્લોટ વિસ્તાર તા.મહુવા
(૩) દેવાતભાઇ ઉર્ફે દેવાત સંગ્રામભાઇ ચારોલીયા ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.વડલી,,સદભાવના હોસ્પિ પાછળ ઝુપડામાં તા.મહુવા.
કબ્જે કરેલ મુદામાલ-
(૧) સદરહુ ગુન્હામાં ચોરી થયેલ શીંગતેલ ભરેલા ડબ્બા નંગ-૧૫ કિ.રૂ.૪૫,૦૦૦/- (૨) ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ મહિન્દ્રા કંપનીનો ઠાઠા વાળો સફેદ તાલપત્રી ઓઢાડેલ બોલેરો રજી.નં.GJ-32-T-922 કિ.રૂ.૨,૬૦,000/-
(૩) ગુન્હા કરવામાં ઉપયોગ કરેલો એક લોખંડનો સળીયો કિ.રૂ.૦૦/૦૦/-
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ આરોપી નં.૦૩ વિરુધ્ધ રજી. થયેલ ગુન્હાઓ
(૧) મહુવા પો.સ્ટે I ગુ.ર.નં.૭૪/૨૦૧૫ IPC કલમ ૩૨૬ વિ.મુજબ
(૨) મહુવા પો.સ્ટે. I ગુ.ર.નં.૩૬૧/૨૦૨૦ IPC કલમ ૩૨૫ વિ.મુજબ
(૩) નાગેશ્રી પો.સ્ટે. I ગુ.ર.નં.૨૯/૨૦૧૭ IPC કાલમ ૩૮૦,૪૫૭ મુજબ
કામગીરી કરનાર અધિ કર્મચારીઓ
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર સી.એસ.ફુગસીયા તથા સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા ટાઉન બીટના હેડ કોન્સ. મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા હેડ કોન્સ. હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ. ચન્દ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા રોહિતભાઇ કાળુભાઇ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.