પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા ના.પો.અધિ. એચ.પી.દોશી સુ.નગર ડીવી. દ્વારા પ્રોહી/જુગાર ની અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચનો તેમજ માર્ગદર્શન આપેલ જે આધારે આજરોજ (એન.એ.ડાભી પો.સબ ઇન્સ. લખતર પો.સ્ટે.) પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા.તે દરમ્યાન સ્ટાફના પો.કોન્સ. મેરૂભાઇ ખટાણા ખાનગી રાહે હકીકત મળેલ કે, લખતર પો.સ્ટે.નો પ્રોહી. બુટલેગર્સ લગધીરસિંહ હરૂભા રાણા રહે.મોઢવાણા તા.લખતર વાળાએ મોઢવાણા ગામે આવેલ પોતાના નવા તથા જુના રહેણાંક મકાનની અંદર પોતાના અંગત ફાયદા સારૂ ગે.કા.વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે જેથી અમો સ્ટાફના માણસો સાથે પ્રોહી. બુટલેગર્સ લગધીરસિહ હરૂભા રાણાના મોઢવાણા ગામે આવેલ રહેણાક મકાને રેઇડ કરતા મીણીયાની થેલી તથા વિમલ પાન મશાલાના કપડાના થેલામાં તથા પુંઠાના બોકસમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-86 કિ.રૂ.41590/- તથા બીયર ટીન નંગ-4 કિ.રૂ.400/- મળી કુલ કિ.રૂ.41990/- નો મુદામાલ મળી આવેલ અને રેઇડ દરમ્યાન આરોપી પોતાના મકાને હાજર નહી મળી આવતા આરોપી લગધીરસિંહ હરૂભા રાણા રહે.મોઢવાણા તા.લખતર વાળા વિરૂધ્ધ પ્રોહી ઘારા તળે ગુનો નોધી આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.