ગત તા. ૨૭/૦૮/૨૦૨૨ ના રોજ પંજાબ પોલીસ દ્વારા એક ટ્રકના ટૂલ બોક્ષ માંથી ૩૮

કિલો હેરોઇન જપ્ત કરી બે ઇસમોની નામે ૧) કુલવિન્દર રામ ઉર્ફે કિન્દા તથા ૨) બિટ્ટુ બન્ને રહે

પંજાબ નાઓની ધરપકડ કરેલ અને સીટી નવાંશહર પો.સ્ટે., એસ.બી.એસ. નગર ખાતે

એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવેલ. આ ગુનાની તપાસમાં જાણવા મળેલ કે આ ટ્રક ભુજ

થી પંજાબ ગયેલ. જે બાબતેની જાણ પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ

અધિકારીશ્રીઓને કરવામાં આવેલ. જે અન્વયે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ટેકનીકલ તથા હ્યુમન

ઇન્ટેલીજન્સ મારફતે માહિતી મળેલ કે કચ્છના ગુવાર મોટી ગામ પાસે આવેલ લખ્ખી ગામ ના

બે ઇસમો નામે ૧) ઉમર ખમીસા જત અને ૨) હમદા હારૂન જત નાઓ આ ગુનામાં સંડોવાયએલ

ઉક્ત માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ. ના પો.ઇન્સ. શ્રી એમ. એસ. ત્રીવેદી તથા

પો.ઇન્સ. શ્રી સી. એચ. પનારા નાઓની ટીમ કચ્છ રવાના કરવામાં આવેલ. તથા કચ્છના લખી

ગામ ખાતે થી સદર બન્ને ઇસમો નામે ૧) ઉમર ખમીસા જત અને ૨) હમદા હારૂન જત નાઓને

અમદાવાદ ખાતે લાવવામાં આવેલ. ઉપરોક્ત બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ તેઓને

જણાવેલ કે આ માલ પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા મોકલવામાં આવેલ હતો. સદર બન્ને

આરોપીઓને પંજાબ પોલીસને સોંપવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.