સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વિશાલ પટેલ (ઉં.વ 28) નામના યુવકની ડમ્મર ચડાવીને કરાઈ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. યુવકના પરિવારનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિવારજનોએ અકસ્માત નહી પરંતુ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. આજે યુવકની ડમ્પર અડફેટે મોત થયા પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ મૃતક યુવકને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી. પરિવારજનોનું કહેવું છે કે, અંગત અદાવતમાં ધમકી મળ્યા બાદ આજે ડમ્પરની અડેફેટે વિશાલનું મૃત્યુ નિપજ્યું છે.ગઈકાલે મૃતકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેથી ગઈકાલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ પટેલ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. જોકે, પોલીસે વિશાલની ફરિયાદ લીધી ન હતી અને આજે વિશાલ પર ડમ્પર ફરી વળ્યું છે. પોલીસે ફરિયાદ ધ્યાને ન લેતા ઘટના બની હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો.જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો.પરિવારજનો દ્વારા લાશ નહીં સ્વીકારતા લીંબડી ડિવાએસપી, સીપીઆઈ સહિત મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. લાંબી સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને લાશ સ્વીકારી હતી. મૃતક પરિવારની માંગણી પ્રમાણે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની બાહેધરી આપવામાં આવી હતી. હાલ પીએસઆઇ ગોહિલના જણાવ્યા પ્રમાણે અકસ્માતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ? જાહેરમાં જ ફેંકવામાં આવે છે કચરો, તેવા સવાલો ઉઠવા પામ્યા
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ? જાહેરમાં જ ફેંકવામાં આવે છે કચરો, તેવા સવાલો ઉઠવા પામ્યા
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ લુંટના ગુન્હાના આરોપીઓ-(૧)રીતેશભાઇ વિહાભાઇ ખટાણા મુળ ગામ ઘોબાં (૨) ચેતનભાઇ પરસોત્તમભાઈ બારૈયા ગામ લીખાળા વાળા ને ગણતરીના કલાકોમા પકડી પાડતી અમરેલી જીલ્લા પોલીસ
તા .૨૪ / ૧૦/૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં...
Ganesh Chaturthi: देशभर में मनाया जा रहा है गणेश चतुर्थी का त्योहार #shorts #tv9shorts
Ganesh Chaturthi: देशभर में मनाया जा रहा है गणेश चतुर्थी का त्योहार #shorts #tv9shorts
फ्लाइट्स में बम की धमकी पर एक्शन लेगी सरकार:एविएशन मिनिस्टर बोले- दोषियों को नो-फ्लाई लिस्ट में डालेंगे
सिविल एविएशन मिनिस्टर के राममोहन नायडू ने सोमवार को कहा कि फ्लाइट्स में बम की धमकियों से निपटने...