વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવેલ હતો. આ અંગે મંત્રીશ્રી દ્વારા પત્રકાર

પરિષદમાં પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકારશ્રી દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ અંગેની ખાતરી આપી ટૂંક સમયમાં તમામ ઠરાવ કરવાનું સ્વીકારવામાં આવેલ હતું ચૂંટણીઓ બાદ માનનીય શિક્ષણમંત્રીશ્રીએ તમામ પરિપત્રો કરવાની ખાતરી આપી હતી, ત્યારબાદ ગત એપ્રિલ માસમાં વિદ્યા

સમીક્ષા કેન્દ્ર ખાતે મા. શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને મા. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ

પાનસેરીયા, શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ ગુ.મા. અને ઉ.મા.શિ. બોર્ડના અધ્યક્ષશ્રી એ. જે. શાહ અને સંબંધિત

તમામ અધિકારીશ્રીઓની હાજરીમાં સંકલન સમિતિ સમક્ષ માનનીય મંત્રીશ્રીએ પત્રકાર પરિષદમાં શાળાઓનું

નવું સત્ર શરૂ થાય પહેલા તમામ ઠરાવ બહાર પાડવાની જાહેરાત કરી હતી.

આમ ત્રણ ત્રણ વખત જાહેરાત કરવામાં આવ્યા પછી શાળા શરૂ થયાને દોઢેક માસ થવા છતાં હજુ પણ

મોટાભાગની શાળાઓમાં શિક્ષક,કારકુન,પટાવાળા,ગ્રંથપાલ,લેબ ટીચર વગેરે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક

કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે.શાળાઓમાં પૂરતો સ્ટાફ ન હોવા છતાં હાલમાં યુ ડાયસ પ્લસ,આધારડાયસ, TATપરીક્ષાની ઉત્તરવહી

ચકાસણી પૂરક પરીક્ષાની ઉત્તરવહીનું પરીક્ષણ અને નિરીક્ષણ,એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃતિ

દરખાસ્ત જેવી કામગીરીની જવાબદારીઓના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે.તેથી આપશ્રીને તાકીદે ઠરાવનું સ્વરૂપ આપવા માંગ કરવામાં આવી હતી. 

તેમાં મુખ્યત્વે 

(૧) શૈક્ષણિક કર્મચારીઓની ૧૦૦ ટકા કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ખાલી

જગ્યા પર કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવી બિન શૈક્ષણિક કર્મચારીઓ કારકુન,ગ્રંથપાલ,પટાવાળા, પ્રયોગશાળા મદદનીશની ભરતીની સંચાલક મંડળને સત્વરે મંજૂરી આપવી.

(૨) કાયમી શિક્ષકની ભરતી ન થાય ત્યાંસુધી પ્રવાસી શિક્ષકની ભરતીની સંચાલક મંડળને સત્વરે છૂટ આપવી.

(3) માનનીય સરકારશ્રી દ્વારા ઉકેલવામાં આવેલ નીચેના પ્રશ્નોના ઠરાવ તાત્કાલિક બહાર પાડવા.

(૧) તારીખ 1-4-2005 પહેલા નિમણૂક પામેલ શિક્ષક કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડતો

પરિપત્ર કરવો.

(૨) અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી વર્ગ

આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવો.

(3) આચાર્યને તારીખ 5-1-1965 ના પરિપત્ર મુજબ એકઇજાફો આપવા બાબતનો પરિપત્ર કરવો.

(૪) બિન શૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ તારીખ 16-8-2017 ના ઠરાવથી રદ કરેલ છે તે પુનર્જીવિતકરી આ

ઠરાવ તારીખથી આજ દિન સુધી ખાલી પડેલ જગ્યા ઉપર બિન શૈક્ષણિક વર્ગ-૩(ક્લાર્ક)તથા વર્ગ-

૪(પટાવાળા)ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા

પહેલાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી.

(૫) વર્ધિત પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તી સમયે 300 રજા રોકડના રૂપાંતર

આપવા બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ કરવો.

(૬) અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી.

(૭)બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલ જગ્યા ઉપર ક્લાર્ક સેવકની ભરતી કરેલ નથી તે જગ્યાઓમાં

ખાતાકીય પરીક્ષા લેવાય તે પહેલાના બઢતી મેળવવા પાત્ર વર્ગ-૩(ક્લાર્ક)વર્ગ-૪(પટાવાળા) કર્મચારીઓને

ખાતાકીય પરીક્ષામાંથીમુક્તિ આપી બઢતી આપવી.

(૮)જુના શિક્ષકની ભરતી કરવી અને આપે સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલ.પી.એ. પરત ખેંચવી.

(૯) સાતમા પગાર પંચના તફાવતનો પાંચમો હપ્તો તાકીદે આપવો.

(૪)એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલ ફીના સ્લેબમાં કોઈ ફેરફાર છેલ્લા છ વર્ષથી કરવામાં આવેલ

નથી તાજેતરમાં રક્ષા શક્તિ સ્કૂલની ફીનોરેશિયો નક્કી કરવામાં આવેલ છે તે મુજબ પ્રાથમિકમાં રૂપિયા

22000/- માધ્યમિકમાં રૂપિયા 33000/- અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂપિયા 40000/- લઘુતમ ફી નક્કી

કરવામાં આવે અને દર વર્ષે 7ટકાનો વધારો કરવાની મંજૂરી આપવી.