પાલનપુરમાં રહેતા શખ્સે ગોળાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આથી પ્રથમ પત્નીએ કોર્ટમાં કેસ કરી ભરપોષણ મેળવતી હતી. જોકે, પતિ અને બીજી પત્નીએ તું છૂટાછેડા લઈ લે અમારાથી ભરણપોષણ ના પૈસા આપી શકાય તેમ નથી. તેમ કહી તેણીની ઉપર હુમલો કર્યો હતો.
પાલનપુર ધનિયાણા ચોકડી વિસ્તારમાં રહેતા ઉજમાબેન ના લગ્ન 16 વર્ષ પહેલાં મુખત્યારભાઈ સિરાજભાઈ ધોબી સાથે થયા હતા. દોઢ વર્ષ પહેલા તેના પતિએ ગોળા ગામની નીતાબેન ઉર્ફે મેજબીન હરિભાઈ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આથી ઉજમાબેન કોર્ટમાં કેસ કરી રૂપિયા 3500 નું ભરણપોષણ મેળવતા હતા.
જોકે, તે નિયમિત પૈસા આપતો ન હતો. દરમિયાન કોર્ટમાં તારીખે આવતા તેને રૂપિયા 5000 આપ્યા હતા. જે નાણાં લઈને ઉજમાબેન ઘરે ગયા ત્યારે પતિ અને બીજી પત્નીએ ત્યાં આવી તું છૂટાછેડા લઈ લે અમારાથી ભરણપોષણ ના પૈસા આપી શકાય તેમ નથી. તેમ કહી તેણીની ઉપર હુમલો કર્યો હતો. જેની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નીતાબેન હરિભાઈ પરમારે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉજમાબેન જાકીરભાઈ વોરા અને વિક્રમભાઈ ઉર્ફે વિશ્વાસ માળીએ ભરણપોષણના પૂરતા પૈસા કેમ આપેલા નથી તેમ કહી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.