મહેસાણામા ગોવિદ માધવની ચાલીમાં રહેતા 35 વર્ષના દિનેશજી લવજીજી ઠાકોરને લાંબા સમયથી બીમારી હોય તે જીવનથી કંટાળી ગયો હતો.દિનેશજી મંગળવારે ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો અને દવાખાને જવાના બદલે સીધો મહેસાણા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો.અહીં પ્લેટફોર્મ નમ્બર ત્રણ પરથી પુરઝડપે આવી રહેલી ટ્રેન સામે યુવાને એકાએક માથું મૂકી દેતા લોહીની છોરો ઉડી હતી.અને માથું ધડથી અલગ થઈ ગયું હતું.
ઉપરોક્ત ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ અહીં દોડી ગઈ હતી અને મૃતક યુવાનના ખિસ્સામાં તપાસ કરતા મળી આવેલી ચબરખીમાં તેનું નામ સરનામું મળી આવ્યું હતું.જેને આધારે પોલીસે તેના પરિવારને જાણ કરી લાશનું પીએમ કરાવવા સહિત ની કાર્યવાહી હાથ ધરી હતી.
 
  
  
  
  