વિજયનગર ખાતે કર્ણાટક મા થયેલ જૈન મુનિના હત્યા કેસમાં આવેદન પત્ર આપવામાં આવ્યું 

કર્ણાટકમાં થયેલ જૈન મુનિનાં હત્યા કેશને લઇ આવેદન પત્ર.. વિજયનગર ખાતે સમગ્ર હિન્દુ સમાજ તેમજ જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું.. મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ આગેવાનોને સફેદ કપડાં અને કાળી પટ્ટી બાંધી ભારે વિરોધ દર્શાવ્યો...

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર શહેર ખાતે કર્ણાટકમાં થયેલ જૈન મુનિની હત્યાને લઇ ઘેરા પત્યાઘાત પડયા છે.. વિજયનગર શહેર ખાતે હિન્દુ સમાજ તેમજ જૈન સમાજ દ્વારા વિજયનગર મામલતદાર ને આવેદપત્ર આપવામાં આવ્યું હતું.. જેમાં કર્ણાટક ખાતે બનેલી દુઃખદ ઘટનાને લઇ જૈન સમાજે તેમજ હિન્દુ સમાજના આગેવાનોએ આરોપીઓને ફાંસી આપવાની સજા થાય તેવી ઉગ્ર માંગ કરી હતી.. આવનાર સમયમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન ઘટે તેમજ આરોપીઓમાં કડકમાં કડક દાખલો બેસે તેવી ઝડપી અને યોગ્ય ન્યાય મળે તેવી સજા કરવાં અપિલ કરવામાં આવી હતી.. જૈન સમાજ, વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ હિન્દુ સમાજે ટાવર ચોક થી તિરંગા સર્કલ સુધી હિન્દુ સમાજ તેમજ જૈન સમાજના મહિલા તેમજ આગેવાનોએ મોલ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું.. સમાજના જૈન મુનિની હત્યાના મામલે સમગ્ર સમાજના તેમજ આગેવાનોએ વાઈટ કપડા પહેરી હાથે કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી કર્ણાટક સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.. તેમજ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે ઝડપી તેમજ યોગ્ય ન્યાય મળે તેણે લઇ અપીલ પણ કરવામાં આવી હતી.વિજયનગર તાલુકાના ચિઠોડા ના વહેપારીઓએ જડબેસલાક બંધ પાળ્યો હતો. અને વિજયનગર ખાતે રેલીમાં જોડાયા હતા. આજુબાજુ ગામડાઓમાં રહેતા જૈન વહેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા હતા.