રાજયમાં ક્રિકેટ રમતા 30 દિવસમાં 6 યુવાનોના મોત નીયપજતા ચકચાર મચીજવા પામી છે, ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ ઍટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે . હાલમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે. જેમાં મેદાનમાં ક્રિકેટ રમતી વખતે યુવકોને હાર્ટ ઍટેક આવ્યો અને થોડા સમય પછી તેમનું મોત થયું છે. આ મામલે નિષ્ણાતો કહે છે કે ફૂડ હેબિટના કારણે યુવાનોના મોત થાય છે. યુવાનોને લંચમાં પૌષ્ટિક આહાર આપવો જોઈએ . સ્ટ્રેસ પણ આની પાછળ જવાબદાર છે. જીમ અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ક્રિકેટ રમતાં રમતાં મોતનો વધુ એક બનાવ અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ મેચે હાર્ટ એટેકથી મોત થયુ હતુ, આખરી ક્ષણો કેમેરામાં કેદ મૅચમાં બોલિંગ કરતાં કરતા હાર્ટ એટેક આવ્યુ હતુ,